નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah)  આજે દિલ્હી (Delhi) ની કેજરીવાલ સરકાર અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)  પર આકરા પ્રહારો કર્યાં. ગૃહ મંત્રી દિલ્હીના તુગલકાબાદના એમબી રોડ પર દિલ્હી સાઈકલ વોકનો શિલાન્યાસ કરવા પહોંચ્યા હતાં. અમિત શાહે કહ્યું કે આ કોરિડોર બનતા જ દિલ્હીના પ્રદૂષણમાં 20 ટકાનો ઘટાડો થશે. ગૃહમંત્રીએ કહ્યું કે જ્યારે દિલ્હીના આ નવા રસ્તા પર 50 લાખથી વધુ મુસાફરો સાઈકલ પર જતા હશે ત્યારે સાઈકલ ચલાવવી એ જ ફેશન બનશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહે કહ્યું કે આજે હું દિલ્હીની ઝૂપડપટ્ટીઓમાં રહેતા લોકોને કહેવા માંગુ છું કે તમે ચિંતા ન કરો. જ્યાં ઝૂપડપટ્ટી છે ત્યાં મકાન આપવાનું કામ નરેન્દ્ર મોદીજી કરવાના છે. એક પાઈલટ પ્રોજેક્ટ પણ શરૂ થઈ ગયો છે. 20 હજાર ઝૂપડાવાળાઓને મકાન આપવાની શરૂઆત થઈ ગઈ છે. 


JNU હિંસા એ સરકાર પ્રાયોજિત આતંક અને ગુંડાગીરી, ન્યાયિક તપાસ થવી જોઈએ: કોંગ્રેસ


ક્યાં ગયા 15 લાખ સીસીટીવી
ગૃહ મંત્રીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર હુમલો કરતા કહ્યું કે કેજરીવાલ સરકારે પોતાનું વચન પૂરું કર્યું નહીં. કેજરીવાલજી તમે દિલ્હીમાં 15 લાખ સીસીટીવી કેમેરા લગાવવાનું કહ્યું હતું જેને આજે પણ દિલ્હીની જનતા શોધી  રહી છે. કેજરીવાલે દિલ્હીના લોકોને પીવા માટે ઝેરી પાણી આપ્યું. દિલ્હીની જનતાએ આમ આદમી પાર્ટીનું ઘોષણા પત્ર ફેંકી દેવું જોઈએ. દિલ્હીમાં ભાજપની જ સરકાર બનશે. 


JNU હિંસા: ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના LG અનિલ બૈજલ સાથે કરી વાત, આપ્યાં મહત્વના નિર્દેશ


દિલ્હીમાં પાંચ મહિના સરકાર ચાલી
અમિત શાહે કહ્યું કે દિલ્હીમાં પાંચ વર્ષની જગ્યાએ પાંચ મહિનાની સરકાર ચાલી. પાંચ મહિનામાં કેજરીવાલની સરકારે કશું કર્યું નહીં બસ પાંચ મહિનામાં જાહેરાતો આપીને દિલ્હીની જનતાની આંખમાં ધૂળ નાખવાનું કામ કર્યું. એમસીડી ચૂંટણીઓમાં પણ આમ આદમીનું પત્તુ સાફ થઈ ગયું હતું. 


JNU હિંસા : પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસે ચાવવા પડ્યા લોઢાના ચણા 


કોંગ્રેસ ભ્રમ ફેલાવી રહી છે
અમિત શાહે કહ્યું કે "રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી દેશના લઘુમતીઓને ભ્રમિત કરી રહ્યા છે. તેઓ લોકોમાં ભ્રમણા ફેલાવી રહ્યાં છે કે નાગરિકતા કાયદાથી તમારી નાગરિકતા જતી રહેશે. નાગરિકતા કાયદા વિરુદ્ધ થયેલી હિંસા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જવાબદાર છે. અનેક દિવસો સુધી દિલ્હીમાં થયેલા રમખાણો પાછળ પણ આ લોકો જવાબદાર છે. રાહુલબાબા તમારી દરેક હરકત લોકો જોઈ રહ્યાં છે કે તમે ઉપદ્રવીઓ સાથે છો. અમે કલમ 370 હટાવી તો પણ કોંગ્રેસને પરેશાની થઈ."


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....